BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
અવકાશમાં 1,60,000 વર્ષે પ્રથમ વખત દેખાશે આ અદ્ભુત નજારો, ક્યાંથી અને કેવી રીતે જોઈ શકશો?
નાસા પ્રમાણે આ ધૂમકેતુની ભવિષ્યમાં ચમક કેટલી હશે એ કહેવું ‘ખૂબ મુશ્કેલ’ છે. જોકે, C/2024 G3 (ઍટલાસ) નામનો આ ધૂમકેતુ નરી આંખે જોઈ શકાય એટલો ચમકદાર રહે તેવી શક્યતા છે.
બેટદ્વારકામાં સરકાર ધાર્મિક દબાણો અને મકાનો કેમ પાડી રહી છે?
બાલાપર વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઇવ ચાલુ કરી ત્યારથી બેટદ્વારકામાં અઘોષિત કર્ફ્યુ જેવો માહોલ.
ગુજરાતના અસાઇત ઠાકરે જ્યારે પાટીદારની દીકરીને બચાવવા માટે મુસ્લિમ શાસક સામે બાથ ભીડી
અસાઇત ઠાકરના જીવનમાં મોટી આપદા આવી અને હિજરત કરવી પડી, એ પછી તેમણે ગુજરાતી ભાષાને પોતાનું લોકનાટ્ય સ્વરૂપ આપ્યું
લૉસ એંજલસ આગ: પ્લૅનમાંથી ફેંકવામાં આવતું એ ગુલાબી પ્રવાહી શું છે જે આગ બુઝાવવામાં મદદ કરે છે
લૉસ એંજલસમાં જંગલની આગ આગળ વધીને રહેણાક વિસ્તારોમાં પ્રસરી ચૂકી છે. આ આગમાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે. હવામાન પર નજર રાખતી એક ખાનગી કંપનીએ આગના કારણે લગભગ 250 અબજ અમેરિકન ડૉલરનું નુકસાન થયાનું અનુમાન કર્યું હતું.
મકરસંક્રાતિ દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ જ કેમ ઉજવાય છે, એની તારીખ બદલાતી કેમ નથી?
મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે આખા ભારતનાં અલગઅલગ રાજ્યોમાં જુદાજુદા નામથી અને અનેક રીતે ઊજવવામાં આવે છે.
HbA1C: ડાયાબિટીસ માટેનો આ ટેસ્ટ દર છ મહિને કેમ કરાવવો જોઈએ?
HbA1c પરીક્ષણને A1c પરીક્ષણ અથવા ગ્લાયકેટેડ હિમોગ્લોબિન પરીક્ષણ અથવા હિમોગ્લોબિન A1c પરીક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પરીક્ષણ તમારા લોહીમાં હિમોગ્લોબિન પ્રોટીન સાથે જોડાયેલ ગ્લુકોઝનું પ્રમાણ શોધવામાં મદદ કરે છે. અને આ પરીક્ષણ છેલ્લા 3 મહિના (8-12 અઠવાડિયા) ના બ્લડ સુગર લેવલને પ્રતિબિંબિત કરે છે.
પાયલ ગોટી : જો બધું કાયદા મુજબ થયું તો પછી ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કેમ કરાયા?
આ કેસમાં અમરેલી જિલ્લા પોલીસ વડાએ અગાઉ કાયદા અનુસાર કાર્યવાહી થઈ હોવાની વાતો કરી હતી. પોલીસનું કહેવું હતું કે આ કોઈ સરઘસ નહોતું પરંતુ તે 'રિકન્સ્ટ્રક્શન' હતું. પરંતુ હવે જિલ્લા પોલીસ વડાએ રવિવારે અચાનક આ કેસ મામલે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ સસ્પેન્શનને કારણે અગાઉ પોલીસે આપેલા નિવેદન સામે સવાલો ઉઠી રહ્યા છે.
રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે મતભેદોના સમાચાર પર બીસીસીઆઈએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
ગુજરાત : 'અધિકારીએ સસ્તા ગુટકા મગાવ્યા ને મારી બત્તી થઈ,' ગુટકા મગાવતાં નકલી ઇનકમટૅક્સ ઑફિસરોનો 'ભાંડો' કઈ રીતે ફૂટ્યો?
દાહોદના સુખપર ગામમાં રહેતા અલ્પેશ પ્રજાપતિએ પોતાના ઘરે ગત 10 ડિસેમ્બરના રોજ 'નકલી ઇનકમટૅક્સ ઑફિસરો'એ દરોડો પાડ્યો હતો, દાહોદ પોલીસે આ મામલામાં સાત આરોપીઓ પૈકી પાંચ લોકોની ધરપકડ કરી હતી.
ભારત/વિદેશ
ભારતનાં શૅરબજાર કેમ સતત તૂટી રહ્યાં છે, અમેરિકાને કારણે આવું થઈ રહ્યું છે?
ડિસેમ્બર મહિનાનાં છેલ્લાં બે અઠવાડિયાં બાદ જાન્યુઆરી મહિનાનાં નવ ટ્રેડિંગ સેશનમાંથી છ દરમિયાન વેચવાલી જોવા મળી હતી. ત્યારે શા માટે ભારતીય શૅરબજારોમાં ઘટાડો જોવાઈ રહ્યો છે અને કેમ તેમાં રિક્વરી નથી થઈ રહી?
લંડનમાં પૅન્ટ પહેર્યાં વગર લોકો કડકડતી ઠંડીમાં કેમ મુસાફરી કરે છે?
લંડનમાં અત્યારે સખત ઠંડીનો માહોલ છે છતાં દર વર્ષની જેમ 'નો ટ્રાઉઝર્સ ટ્યુબ રાઇડ'ની વાપસી થઈ છે. લંડનની અંડર ગ્રાઉન્ડ ટ્રેનોમાં કેટલાય લોકો પેન્ટ પહેર્યાં વગર મુસાફરી કરી રહ્યા છે.
મહાકુંભ: ત્રિવેણી સંગમમાં ગંગા અને યમુના છે, પણ સરસ્વતી નદી કેમ દેખાતી નથી?
આ સંગમને ત્રિવેણી કહેવાતું હોવા છતાં સરસ્વતી નદી કેમ હવે દેખાતી નથી? ઇતિહાસના સંશોધકો તેના વિશે શું કહે છે? શું સરસ્વતી નદી હોવાનું કોઈ ઐતિહાસિક સાક્ષ્ય છે ખરું?શું ખરેખર સરસ્વતી નદી હતી અને પછી ગાયબ થઈ ગઈ કે પછી સરસ્વતી નદી એ માત્ર એક વાયકા છે? હકીકત શું છે?
મર્ડરના આરોપી 'હિસ્ટ્રીશીટરે' 34 વર્ષ સુધી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની નોકરી કરી, કઈ રીતે ભાંડો ફૂટ્યો?
નંદલાલનું અગાઉનું નામ નકદૂ હતું. 1988થી જિલ્લાના રાની કી સરાઈ પોલીસ સ્ટેશનમાં તેમનું નામ હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલું હતું. તેઓ એક નવા નામથી જેલની બહાર જીવન ગાળતા હતા એટલું જ નહીં, તેઓ હોમગાર્ડની નોકરી મેળવવામાં પણ સફળ રહ્યા હતા.
લૉસ એંજલસનાં જંગલોમાં દાવાનળ: આવી ભયાનક આગનાં પાંચ કારણો શું છે?
લૉસ એંજલસમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત વિશાળ કેલિફૉર્નિયાનાં બે શહેરમાં મોટી આગ હજુ પણ લાગી રહી છે.
'મારા પિતાએ જેલમાં જ મરી જવું જોઈએ', તસવીરો જોઈને એક દીકરીની જિંદગી બદલાઈ ગઈ
ડોમિનિક પેલિકોટ (કેરોલિન ડેરિયનના પિતા)ને સાડા ત્રણ મહિના સુધી ચાલેલી ઐતિહાસિક સુનાવણી પછી ડિસેમ્બરમાં 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. ચાર વર્ષ કરતાં વધુ સમય પછી તેમનાં પુત્રી ડેરિયનનું કહેવું છે કે તેમના પિતાએ "જેલમાં જ મરી જવું જોઈએ."
ગીરના જંગલમાં સિંહણ બચ્ચાંને કઈ જગ્યાએ જન્મ આપે છે અને જન્મ બાદ ક્યાં લઈ જાય છે?
સિંહણ કોઈની અવર જવર ન હોય તેવા ઝાડી-ઝાંખરામાં જ બચ્ચાંને જન્મ આપે છે અને બચ્ચાંઓને જન્મ આપ્યા બાદ એકાદ મહિના સુધી બાળકો સાથે જ રહે છે. સામાન્ય રીતે સિંહ પોતાનાં બચ્ચાંને મારતો નથી, પરંતુ અન્ય સિંહનાં બચ્ચાંને મારી નાખે છે.
કેરળ : 18 વર્ષીય વિદ્યાર્થિની પર ગૅંગરેપ, 64માંથી 27 આરોપીની ધરપકડ
કેરળના પથનમથિટ્ટામાં 18 વર્ષની એક દલિત વિદ્યાર્થીની સાથે થયેલા ગૅંગરેપના મામલાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં કુલ 64 લોકો પર વિદ્યાર્થીની સાથે કથિત જાતીય શોષણ અને બળાત્કાર ગુજારવાના આરોપો છે.
કુંભમેળાની શરૂઆત ક્યારે થઈ હતી, શું સમ્રાટ હર્ષવર્ધને શરૂ કર્યો હતો?
છેલ્લો કુંભ મેળો 2013માં યોજાયો હતો અને ત્યાર બાદ 2019માં અર્ધકુંભ મેળો યોજાયો હતો. અર્ધ કુંભ મેળો દર છ વર્ષે એકવાર યોજાય છે.આ વર્ષે કુંભ મેળો 13 જાન્યુઆરી પુષ્ય મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થશે. આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને તે 45 દિવસ સુધી ચાલશે.