આ ગામમાં લોકોના માથેથી વાળ કેમ ખરવા લાગ્યા, ડૉક્ટર અને સ્થાનિકો શું કહી રહ્યા છે?
આ ગામમાં લોકોના માથેથી વાળ કેમ ખરવા લાગ્યા, ડૉક્ટર અને સ્થાનિકો શું કહી રહ્યા છે?
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનાં છ ગામોમાં હાલ ભયનું વાતાવરણ છે. આ ગામોના કેટલાક લોકોને અચાનક ટાલ પડવા લાગી છે.
બુલઢાણા જિલ્લાના શેગાંવ તાલુકાનાં બોડગાંવ, કાલવડ અને કથોરા ગામોમાં લોકોના માથા પરથી વાળ ખરી પડવાથી ભય ફેલાયો છે.
અચાનક વાળ ખરવાનું કારણ શોધવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગે એક સર્વેક્ષણ શરૂ કર્યું છે.
એકવાર વાળ ખરવા શરૂ થાય પછી થોડા જ દિવસોમાં સંપૂર્ણ ટાલ પડી જતી હોવાની ફરિયાદ ગામના રહેવાસીઓએ કરી હતી.
તબીબી અધિકારીઓએ જણાવ્યું છે કે આ ગામોમાં રહેતા લગભગ 50-55 નાગરિકો આવી સમસ્યાનો ભોગ બન્યા છે.
આવું કેમ બની રહ્યું છે?
જુઓ આ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન