કચરો વીણતાં આ બહેનનો પુસ્તક વાંચતો ફોટો વાઇરલ થયો અને તેમને મનગમતું પુસ્તક મળ્યું
ફરગસન કૉલેજ કૅમ્પસમાં આયોજિત પુસ્તક પ્રદર્શનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર પર પુસ્તક વાંચતાં પ્રીતિ મોહિતેનો આ ફોટોગ્રાફ ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો.
તે છેલ્લા ઘણા સમયથી બાબાસાહેબ આંબેડકરનાં જીવન અને કાર્ય પર લખાયેલ પુસ્તક ખરીદવા ઇચ્છતાં હતાં.
તેઓ કૅટરિંગ અને સાફસફાઈનું કામ કરે છે. પ્રીતિને વાંચવાનો ખૂબ શોખ છે, પરંતુ તેઓ પોતાની પરિસ્થિતિને કારણે પોતાનો આ શોખ જોઈએ એટલો પૂરો નથી કરી શકતાં.
તેઓ મહારાષ્ટ્રની ફરગસન કૉલેજમાં આયોજિત પુસ્તકમેળામાં સાફસફાઈના કામ માટે જોડાયાં ત્યારે તેમને બાબાસાહેબ આંબેડકર પરનાં પુસ્તકો ગમી ગયાં, પરંતુ પોતાની પાસે એ સમયે પૈસા ન હોવાને કારણે તેઓ પુસ્તક ખરીદી ન શક્યાં.
પરંતુ બાબાસાહેબ આંબેડકરના જીવન પર આધારિત આ પુસ્તક બુક સ્ટૉલ પર વાંચતાં તેમનો ફોટો વાઇરલ થયો અને સંજોગ એવા બન્યા કે ખુદ પુસ્તકના લેખક તેમને આ પુસ્તક ભેટ આપ્યું. જુઓ, વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન