રસીકરણ
રસીકરણ એટલે રોગપ્રતિકારક દ્રવ્ય (એન્ટિજેનિક સામગ્રી)નું સંચાલન (એક રસી) જે રોગ પ્રત્યે પ્રતિરક્ષાનું નિર્માણ કરે છે. રસીઓ ઘણાં બધા જીવાણુંઓ દ્વારા ચેપને નિવારે છે અથવા તેની અસરોમાં સુધારો લાવે છે. અન્ય રસીઓમાં ઇન્ફ્લુએન્ઝા રસી[૧], એચપીવી રસી[૨] અને અછબડાની રસી[૩] ની અસરકારકતાની મજબૂત સાબિતી છે. ચેપી રોગોને નિવારવા માટે રસીકરણ એ સામાન્ય રીતે સૌથી અસરકારક અને સસ્તી પદ્ધતિ માનવામાં આવે છે. જે સામગ્રી આપવામાં આવે છે જે જીવંત પરંતુ જીવાણુંઓ (બેકટેરિયા અથવા વાયરસો)ના નબળા સ્વરૂપો હોઇ શકે, આ જીવાણુઓના મૃત અથવા નિષ્ક્રિય કરેલાં સ્વરૂપો હોઇ શકે અથવા પ્રોટિન્સ જેવા સંપૂર્ણ સ્વરૂપો હોઇ શકે.
શીતળા એ પ્રથમ રોગ હતો જે લોકોએ જાતે કરીને અન્ય પ્રકારના ચેપોથી પોતાને ઇનોક્યુલેટ કરીને નિવારવાનો પ્રયત્ન કર્યો હતો; શીતળાનું ઇનોક્યુલેશન ચીન અથવા ભારતમાં ઇસ. પૂર્વે 200 પહેલાં શરુ થયું હતું.[૪] 1718 માં લેડી મેરી વોર્ટલી મોન્ટાગુ એ જણાવ્યું કે તુર્કીઓ ને શીતળાના હળાવા કેસોમાંથી પ્રવાહી લઇને પોતાને ઇનોક્યુલેટ કરવાની આદત હતી, અને એ પણ કે તેને પોતાના બાળકોને પણ ઇન્જેક્ટ કર્યા હતા.[૫] 1796 પહેલાં જ્યારે બ્રિટિશ ફિઝિશિયન એડવર્ડ જેનર એ પ્રથમ વખત માનવોમાં શીતળાની રસી તરીકે કાઉપોક્ષ રસીની શક્યતાનું પરિક્ષણ કર્યું ત્યારે, કેટલાયં વર્ષો પહેલાં ઓછામાં ઓછા છ લોકો આ પહેલાં તેનો પ્રત્યન કરી ચુકેલાં હતા: એક વ્યક્તિ જેની ઓળખ અજાણી છે, ઇંગ્લેન્ડ, (લગભગ 1771); શ્રીમતી સેવલ, જર્મની (લગભગ 1772); શ્રી જેનસન, જર્મની (લગભગ 1770); બેન્જામિન જેસ્ટી, ઇંગ્લેન્ડ, 1774 માં; શ્રીમતી રેન્ડેલ, ઇંગ્લેન્ડ (લગભગ 1782); અને પીટર પ્લેટ, જર્મની 1791 માં.[૬]
રસીકરણ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ 1796 માં એડવર્ડ જેનર દ્વારા કરવામાં આવ્યો હતો. {0લુઇસ પાશ્ચર{/0} એ વિભાવનાને માઇક્રોબાયોલોજીના પોતાના પાયોનિયરિંગ કામ દ્વારા આગળ વધારી હતી. રસીકરણ (Latin: vacca—cow) નું નામ એટલે પાડવામાં આવ્યું કે પ્રથમ રસી ગાય઼ોને અસર કરતા વાયરસ — સાપેક્ષ રીતે સૌમ્ય કાઉપોક્ષ વાયરસમાંથી મેળવવામાં આવી હતી—જે શીતળા, એક ચેપી અને ઘાતક રોગ સામે એક અંશની રોગપ્રતિરક્ષા આપતી હતી. સામાન્ય શબ્દોમાં, ’રસીકરણ’ અને ’રોગપ્રતિરક્ષા’ બંનેનો સમાન અર્થ થાય છે. આ તેને ઇનોક્યુલેશન થી અલગ તારવે છે જે નબળા ના પાડેલાં જીવિત જીવાણુંઓનો ઉપયોગ કરે છે, જોકે સામાન્ય વપરાશમાં બંને નો ઉપયોગ રોગપ્રતિરક્ષા નો સંદર્ભ કરવા માટે થાય છે. "રસીકરણ" શબ્દનો પ્રારંભમાં ઉપયોગ ચોક્ક્સપણે શીતળાની રસીનું વર્ણન કરવા માટે જ થતો હતો.[૪][૬]
તેની શરુઆતથી જ રસીકરણના પ્રયત્નોને, નૌતિક, રાજકીય, તબીબી સુરક્ષા, ધાર્મિક અને અન્ય આધારો પર ઘણા વિવાદોનો સામનો કરવો પડયો હતો. જૂજ કિસ્સાઓમાં, રસીકરણ લોકોને ઇજા કરી શકે છે અને તેઓ આ ઇજાઓ માટે વળતર મેળવે છે. શરુઆતની સફળતા અને ફરજિયાતપણાના કારણે વ્યાપક સ્વીકૃતિ આવી, અને સામુહિક રસીકરણ ઝુંબેશો હાથ ધરવામાં આવી જેને ઘણાં ભૂગોળિય વિસ્તારમાં ઘણા રોગોની ઘટનાઓમાં ઘટાડાનો યશ આપવામાં આવ્યો.
કાર્યની પ્રક્રિયા
[ફેરફાર કરો]વ્યાપકપણે, ચેપી રોગ સામે રક્ષણ આપવાના પ્રયત્નમાં, રોગપ્રતિરક્ષાનું કૃત્રિમ સંચાલન, એ 'ઇમ્યુનોજન' દ્વારા રોગપ્રતિરક્ષા સિસ્ટમ ને પ્રાઇમ કરવાનું કાર્ય છે. ચેપી એજન્ટના ઉપયોગ દ્વારા રોગ પ્રતિ રક્ષા પ્રતિભાવને જાગૄત કરવો તેને રોગપ્રતિરક્ષા કહે છે. રસીકરણમાં એક અથવા વધુ ઇમ્યુનોજન્સનું સંચાલન સામેલ છે જે વિવિધ સ્વરૂપોમાં આપવામાં આવી શકે છે.
કેટલીક નવીન રસીઓ દર્દીને રોગ લાગી જાય ત્યાર પછી આપવામાં આવે છે, જેમ કે તપાસાધિન એઇડ્સ, કેન્સર અને અલ્ઝાયમર્સ રોગ ની રસીઓ. શીતળા થયાના પ્રથમ ચાર દિવસ આપવામાં આવતી રસીમાં એવો અહેવાલ આપવામાં આવ્યો છે કે તે રોગને સારી રીતે ઘટાડે છે, અને પ્રથમ અઠવાડિયામાં આપવામાં આવતી રસી એક અંશ સુધી લાભદાયી છે. પ્રથમ હડકવા ની રોગપ્રતિરક્ષા લુઇસ પાશ્ચર દ્વારા હડકવાગ્રસ્ત કુતરા દ્વારા કરડવામાં આવેલ બાળકને આપવામાં આવી હતી, ત્યાર પછી હડકવા લાગ્યા પછીની રોગપ્રતિરક્ષા સામાન્યપણે હયાતીમાં પરિણમી છે. આવી રોગપ્રતિરક્ષા પાછળનો મૂળભૂત અનુભવ એ છે કે કુદરતી ચેપ જે ઝડપે પ્રતિરક્ષા પ્રતિભાવ ટ્રિગર કરે તે કરતા રસી દ્વારા તે વધુ ઝડપે ટ્રિગર થાય છે.
મોટાભાગની રસીઓ હાઇપરડર્મિક ઇન્જેક્શનો દ્વારા આપવામાં આવે છે કારણકે તે આંતરડાઓ દ્વારા વિશ્વસનીય રીતે શોષાતી નથી. જીવિત નબળી કરેલ પોલિયો, કેટલાંક ટાઇફોડ અને કેટલીક કોલેરા રસીઓ મૌખિક આપવામાં આવે છે જેથી તે આંતરડા આધારિત રોગપ્રતિરક્ષા ઉત્પન્ન કરી શકે.
સહાયકો અને પ્રિઝર્વેટિવ્સ
[ફેરફાર કરો]રસીઓમાં સામાન્યપણે એક અથવા વધુ સહાયકો હોય છે જે પ્રતિરક્ષા પ્રતિભાવ વધારે છે. ટેટેનસ ટોક્ષોઇડ, ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે ફટકડી માં શોષાય છે. આ એન્ટિજનને એ રીતે રજૂ કરે છે કે તે સાદા પાણી મિશ્રિત ટેટેનસ ટોક્ષોઇડ કરતા વધારે કાર્ય કરે. જે લોકોને શોષાયેલ ટેટેનસ ટોક્ષોઇડ પ્રત્યે વધુ પ્રતિક્રિયા આવે તેઓને જ્યારે બુસ્ટરનો સમય આવે ત્યારે સાદી રસી આપવામાં આવે છે.
1990 ના ખાડી ઝુંબેશની તૈયારી દરમિયાન, ઉંટાટિયાની રસી (એસેલ્યુલર નહીં)નો એન્થ્રેક્ષ રસી માટે સહાયક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી માત્ર એન્થ્રેક્ષ આપવા કરતા વધુ ઝડપી પ્રતિરક્ષા પ્રતિભાવ ઉત્પન્ન કરે છે, જે ઉપયોગી છે જો ચેપ લાગવાનો નક્કી જ હોય.
તેમાં પ્રિઝર્વેટિવ્સ પણ હોઇ શકે, જે બેકટેરિયા અથવા ફુગ નો ચેપ ના લાગે તે માટે ઉપયોગમાં લેવાય છે. તાજેતરના વર્ષો સુધી, પ્રિઝર્વેટિવ થોયોમર્સલ નો ઘણી રસીઓમાં ઉપોયોગ થતો હતો જેમાં જીવિત વાયરસ ન હતા. As of 2005[update], યુ.એસ.માં એક માત્ર બાળકોની રસી જેમાં થિયોમર્સલ અલ્પાંશ કરતા વધારે માત્રામાં છે તે છે ઇન્ફ્લુઅન્ઝા રસી.[૧] સંગ્રહિત ૨૦૦૫-૧૨-૧૦ ના રોજ વેબેક મશિન, જેની હાલમાં માત્ર કેટલાંક જોખમ પરિબળો ધરાવતા બાળકો માટે જ ભલમણ કરવામાં આવે છે.[૭] યુકે બાળકોમાં ઇન્ફ્લુઅન્ઝા રસીકરણ 2007-7 માં કરવાનું વિચારી રહ્યું છે. યુકેમાં પ્રદાન કરવામાં આવતી એક્લ-ડોઝ ઇન્ફ્લુઅન્ઝા રસીઓ, ઘટકોમાં થિયોમર્સલને (તેનું યુકેનું નામ) યાદીબદ્ધ નથી કરતી. પ્રિઝર્વેટિવ્સનો રસીના ઉત્પાદનના વિવિધ તબક્કે ઉપયોગ થઇ શકે, અને સૌથી જટિલ માપનની પદ્ધતિઓ જેમ તે વાતાવરણ અને વસતીમાં એકદંરે શોધી શકે તેમ, પૂર્ણ થયેલ પ્રોડક્ટમાં પણ તેના અલ્પાંશો શોધી શકે છે.[૨] સંગ્રહિત ૨૦૧૨-૦૬-૨૫ ના રોજ વેબેક મશિન.
રસીકરણ વિરુદ્દ ઇનોક્યુલેશન
[ફેરફાર કરો]ઘણી વખત આ શબ્દો એકબીજા માટે ઉપયોગમાં લેવાય છે જાણે કે તેઓ સમાનાર્થી હોય. હકિકતમાં તેઓ અલગ વસ્તુઓ છે. જેમ ડોકટર બાયરન પ્લાન્ટ સમજાવે છે: "રસીકરણ એ વધુ સામાન્ય સ્તરે વપરાતો શબ્દ છે જે હકિકતમાં કાઉપોક્ષથી પીડાતી એક ગાયમાંથી લેવામાં આવેલ નમૂનાનું એક "સુરક્ષિત" ઇન્જેકશનનું બનેલું છે... ઇનોક્યુલેશન, જે રોગ જેટલી જ જુની પ્રેકટિસ છે, એ શીતળા પીડીતના પુસ્તુલે અથવા સ્કેબમાંથી લીધેલા વેરિઓલા વાયરસનું ઇન્જેકશન છે જે ત્વચાના ઉપરના સ્તરોમાં આપવામાં આવે છે, સામાન્ય રીતે દર્દીના ઉપલા બાવડામાં. ઘણીવાર ઇનોક્યુલેશન "બાવડા થી બાવડા" માં કરવામાં આવતું અથવા ઓછી અસરકારક રીતે "સ્કેબ થી બાવડા" માં...[૮]
રસીકરણ, એડવર્ડ જેનરના કાર્યથી છેક 18 મી સદીમાં શરું થયું [૯][૧૦][૧૧]
પ્રકારો
[ફેરફાર કરો]તમામ રસીકરણ પ્રતિરક્ષા સિસ્ટમમાં બહારના એન્ટિજનને રજૂ કરીને કાર્ય કરે છે પરંતુ આ કરવાની કેટલીય રીતો છે. ચાર મુખ્ય પ્રકારો જે ચિકિત્સકીય ઉપયોગમાં છે તે નીચે પ્રમાણે છે:
- નિષ્ક્રિય કરેલ રસી, કલ્ચરમાં વિકસિત કરવામાં આવીને ગરમી અથવા ફોર્મેલડીહાઇડ જેવી પદ્દતિથી મારી નાખેલાં વાયરસ કણોની બનેલી હોય છે. વાયરસના કણો નાશ પામે છે અને તે વૄદ્ધિ નથી પામી શકતા, પરંતુ વાયરસ કેપસિડ પ્રોટિન્સ એટલાં અકબંધ હોય છે કે તે પ્રતિરક્ષા સિસ્ટમ દ્વારા ઓળખી અને યાદ રાખી શકાય છે અને પ્રતિભાવ ઉતપન્ન કરે છે. જ્યારે સાચી રીતે ઉત્પાદન કરવામાં આવે ત્યારે રસી ચેપી નથી હોતી, પરંતુ અયોગ્ય નિષ્ક્રિયકરણ કરવાના કારણે અકબંધ અને ચેપી કણો પરિણમી શકે છે. કારણ કે યોગ્ય રીતે નિર્માણ પામેલ રસી ફરી નિર્માણ નથી પામતી, બુસ્ટર ઇન્જેકશનો પ્રતિરક્ષા પ્રતિભાવને મજબૂતી આપવા જરૂરી હોય છે.
- નબળી કરવામાં આવેલ રસીમાં, ખૂબ ઓછી તાકાતવાળા જીવિત વાયરસ કણોનું સંચાલન કરવામાં આવે છે. તેઓ વૄદ્ધિ પામશે, પરંતુ ખૂબ ધીમેથી. કારણ કે તે ફરી નિર્માણ નથી પામતા અને પ્રારંભિક રસીકરણ પછી પણ એન્ટિજન પ્રસ્તુત કરે છે, બુસ્ટરોની ઓછી વખત જરૂર પડે છે. આ રસીઓ વાયરસને સેલ કલ્ચરમાં, પ્રાણીઓમાં અથવા સબઓપ્ટિમલ તાપમાને પેસેજ કરીને નિર્મિત કરાય છે, જે ઓછી તાકાતવાળા વાયરસની જાતોની પસંદગીની મંજૂરી આપે છે અથવા મ્યુટાજેનેસિસ દ્વારા અથવા વિરુલન્સ માટે જરૂરી જનીનોના લક્ષ્યાંકિત નાશ દ્વારા નિર્મિત કરવામાં આવે છે. આમાં વિરુલન્સ પરત આવવાની જરાક શક્યતાઓ રહે છે, તો પણ આ જોખમ નાશ કરવાવાળી રસીના જોખમો કરતા ઓછું છે. નબળી પાડેલી રસીનો પણ ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ (જેની રોગ પ્રતિરક્ષાની ક્ષમતા નાશ પામી છે) વ્યક્તિમાં ઉપયોગ થઇ શકતો નથી.
- વાયરસ-જેવા કણો ની રસીઓમાં વાયરલ પ્રોટિન(નો) હોય છે જે વાયરસના સ્ટ્રકચરલ પ્રોટિન્સમાંથી લેવામાં આવે છે. આ પ્રોટિન્સ પોતાની જાતે, જેમાથી તે લેવામાં આવ્યા હતાં તે વાયરસ જેવા દેખાય તેવા કણોમાં ગોઠવાઇ જાય છે પરંતુ તેઓમાં વાયરલ ન્યુક્લિક એસિડ નથી હોતો, જેનો અર્થ એ છે કે તેઓ ચેપી નથી હોતા. તેઓના ઉંચા પુનરાવર્તિત, મલ્ટિવેલન્ટ સ્ટ્રકચરના કારણે, વાયરસ જેવા કણો સબયુનિટ રસીઓ કરતા સામાન્ય રીતે વધારે ઇમ્યુનોજેનિક હોય છે (નીચે વર્ણન આપેલ છે). માનવ પેપ્પિલોમાવાયરસ અને હિપેટાઇટિસ B વાયરસ રસીઓ એ બે હાલમાં ચિકિત્સકીય ઉપયોગમાં લેવાતી વાયરસ જેવા કણોની રસીઓ છે.
- એક સબયુનિટ રસી પ્રતિરક્ષા સિસ્ટમને સમગ્ર અથવા અન્યથા, કોઇ પણ વાયરલ કણો આપ્યા વગર એન્ટિજન રજૂ કરે છે. એક નિર્માણ પદ્ધતિમાં સામેલ છે વાયરસ અથવા બેકટેરિયા (જેમ કે બેકટેરિયલ ટોક્ષિન) માંથી ચોક્ક્સ પ્રોટિનને અલગ કરવું અને તેને પોતાની રીતે એમ જ સંચાલિત કરવું. આ ટેકનિકની નબળાઇ એ છે કે અલગ પાડેલાં પ્રોટિન્સમાં, તેના સામાન્ય રીતમાં હોય તેના કરતા અલગ ત્રણ-પરિમાણિય સ્ટ્રકચર હોઇ શકે છે, અને એન્ટિબોડીસ દાખલ કરશે જે ચેપી જીવાણુંઓને ઓળખી નહીં શકે. વધારામાં, સબયુનિટ રસીઓ અન્ય શ્રેણીની રસીઓ કરતા નબળો એન્ટિબોડી પ્રતિભાવ રજૂ કરે છે.
કેટલીય અન્ય રસી વ્યૂહરચનાઓ તપાસાધિન સંશોધન હેઠળ છે. આમાં સામેલ છે ડીએનએ રસીકરણ અને રિકોમ્બિનન્ટ વાયરલ વેક્ટર્સ.
ઇતિહાસ
[ફેરફાર કરો]ઇનોક્યુલેશનના પ્રાથમિક સ્વરૂપો પ્રાચિન ચીન માં ઇસ.પૂર્વે 200 જેટલાં પહેલાં વિકાસ પામ્યા હતા[૪] વિદ્વાન ઓલે લંડ ટિપ્પણી કરે છે કે: "સૌથી પ્રાચિન રસીકરણના દસ્તાવેજી પુરાવાઓ 17 મી સદીમાં ભારત અને ચીન માંથી હતા, જ્યારે શીતળાથી પ્રભાવિત લોકોના પાવડર્ડ સ્કેબ્સથી રસીકરણ, રોગ સામે રક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. શીતળા સમગ્ર વિશ્વમાં સામાન્ય રોગ ગણવામાં આવતો હતો અને આ રોગથી ચેપ લાગતા 20% થી 30% લોકો મૃત્યુ પામતા હતા. 18 મી સદીમાં શીતળા કેટલાંય યુરોપિયન દેશોમાં તમામ મૃત્યુના 8% થી 20% માટે જવાબદાર હતું. ઇનોક્યુલેશનની પ્રથાની ભારતમાંથી ઇસ. 1000 માં પહેલ થઇ હોય શકે છે."[૧૨] આયુર્વેદિક પાઠ સકતેય ગ્રંથમ માં ઇનોક્યુલેશનો સંદર્ભ, ફ્રેન્ચ વિદ્વાન હેનરી મેરિ હુસોને જર્નલ ડિકશનેઇરે દે સાયન્સિસ મે`ડિકાલેસ માં નોંધ્યો હતો.[૧૩] એલ્મરોથ રાઇટ, નેટલે ખાતેના પેથોલોજીના પ્રોફેસરે, પોતાના સહિત, નેટલી ખાતેના વ્યાવસાયિક સ્ટાફ પર મર્યાદિત પ્રયોગો કરીને રસીકરણના ભવિષ્યને વધુ આકાર આપવામાં મદદ કરી હતી. આ પ્રયોગોના પરિણામો દ્વારા યુરોપમાં રસીકરણનો વધુ વિકાસ થયો હતો.[૧૪] એનાટોલિયન ઓટોમેન ટર્ક્સને ઇનોક્યુલેશનની પદ્ધતિઓ અંગે જાણકારી હતી.આ પ્રકારના ઇનોક્યુલેશન અને વેરિયોલેશનના અન્ય પ્રકારો ઇંગ્લેન્ડમાં લેડી મોન્ટાગુ દ્વારા પ્રસ્તુત થયા હતા, જે પ્રખ્યાત ઇંગ્લિશ પત્ર-લેખક હતા અને 1716 અને 1718 ની વચ્ચે ઇસ્તમબુલ ખાતે ઇંગ્લિંશ એમ્બેસેડરના પત્ની હતા, જેઓ યુવાન વય્સ્ક તરીકે શીતળાથી લગભગ મૃત્યુ પામ્યા હતા અને તેના દ્વારા તેઓને શારીરિક ડાઘા પડ્યા હતા. તેને ઇનોક્યુલેશનની ટર્કિશ પદ્ધતિઓ અંગે જાણકારી મેળવી હતી, અને પોતાના દીકરાને ટર્કિશ રીતે એમ્બેસીના સર્જન ચાર્લ્સ મેઇતલેન્ટ દ્વારા ઇનોક્યુલેટ કરવાની મંજૂરી આપી હતી. લેડી મોન્ટાગુએ પોતાની બહેન અને મિત્રોને ઇંગ્લેન્ડમાં પ્રક્રિયાને વિગતવાર લખીને મોકલી હતી. તેણી જ્યારે ઇંગ્લેન્ડ પરત આવી ત્યારે તેણીએ ઇનોક્યુલેશનની ટર્કિશ પરંપરાને પ્રોત્સાહન આપવાનું ચાલું રાખ્યું હતું અને તેના ઘણા સંબંધિઓને ઇનોક્યુલેટ કરાવ્યા હતા. મહત્ત્વની પ્રગતિ ત્યાર થઇ જ્યારે ઇનોક્યુલેશન ઓપેરેશનનું વૈજ્ઞાનિક વર્ણન, ડો. ઇમેન્યુએલ ટિમોની, જેઓ ઇસ્તમબુલમાં મોન્ટાગુના પરિવારના પારિવારિક ડોકટર હતા, તેઓ દ્વારા 1724 માં રોયલ સોસાયટીને આપવામાં આવ્યું. જેનરની 1796 ની પ્રખ્યાત શીતળાની રસી પહેલાં લગભગ અડધી સદી સુધી ઇનોક્યુલેશન ઇંગ્લેન્ડ અને ફ્રાંસ બંનેમાં સામેલ થઇ હતી.[૧૫]
ત્યારથી રસીકરણ ઝુંબેશો વિશ્વભરમાં ફેલાઇ હતી, કેટલીકવાર કાયદા અથવા નિયમો દ્વારા વિહિત હતી (જુઓ રસીકરણના કાયદાઓ). હવે રસીઓ શીતળા સિવાય વ્યાપક પ્રકારના રોગોનો સામનો કરવામાં ઉપયોગમાં લેવાય છે. લુઇસ પાશ્ચર એ 19 મી સદીમાં તકનીકને વધુ આગળ વિકસાવી જ્યારે તેઓએ તેનો ઉપયોગ બેકટેરિયલ એન્થ્રેક્ષ અને વાયરલ હડકવા સામે રક્ષણ માટે વિસ્તાર્યો. પાશ્ચરે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો તેમાં તે રોગોના ચેપી એજન્ટ્સ પર એવી પ્રક્રિયા કરવામાં આવતી જેથી તે ગંભીર રોગો બનાવવાની તેઓની ક્ષમતા ગુમાવી દેતા. પાશ્ચરે રસી નામ જેનરની શોધના માનમાં વ્યાપક ધોરણે અપનાવી લીધું જેના પર પાશ્ચરનું કામ નિર્ભર હતું.
કાઉપોક્ષ સાથેના રસીકરણ પહેલાં, શીતળા સામેનો એકમાત્ર જાણીતો બચાવ હતો ઇનોક્યુલેશન અથવા વાયરિઓલેશન (વારિઓલા - શીતળાના વાયરસ) જ્યાં જીવિત શીતળાના વાયરસના નાના પ્રમાણને દર્દીઓને આપવામાં આવતા: આમાં ગંભીર જોખમ સામેલ હતું કે દર્દી મૃત્યુ પામશે અથવા ગંભીરપણે બિમાર પડશે. વારિઓલેશનની અહેવાલિત મૃત્યુનો દર, વારિઓલાના કુદરતી ચેપ કરતા દશમાં ભાગનો હતો, અને પ્રદાન કરવામાં આવતી રોગ પ્રતિરક્ષા વિશ્વસનીય હતી. વારિઓલેશનની અસરકારકતા પર અસર કરતા પરિબળોમાં કદાચ સામેલ હતા વારિઓલા માઇનરની જાતિઓની પસંદગી, પ્રારંભિક એક્ષ્પોશર પછી વૃદ્ધિના પ્રથમ તબક્કામાં સંદંર્ભિતપણે ઓછી સંખ્યાના કોષોમાં ચેપ અને ઉપયોગમાં લેવાયેલ એક્ષ્પોશરનો રસ્તો, જેમ કે ફેફસાંમાં ટીપાંઓ શ્ચાસમાં લેવાને બદલે ત્વચા અથવા નાકની અંદરના સ્તર દ્વારા.
સુસંગતતા એવું દર્શાવે છે કે આ પ્રવૃત્તિ જેનરની અસરકારક રસીકરણ સિસ્ટમની વ્યાખ્યા કરતા જૂની હોઇ શકે છે, અને એવો ઇતિહાસ પણ છે કે વેરિઓલેશનની જુની અને વધુ જોખમકારક પ્રક્રિયાનો વિરોધ પણ થયો હતો [સંદર્ભ આપો].
નવા સમયમાં, પ્રથમ રસીથી નિવારી શકાય તેવો લક્ષ્યાંકિત રોગ હતો શીતળા. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ એચઓ) એ આ રોગને નાબુદ કરવા માટે વિશ્વ સ્તરના પ્રયત્નોનું સંચાલન કર્યું હતું. છેલ્લો કુદરતી રીતે થતો શીતળોને કેસ સોમાલિયા માં 1977 માં થયો હતો.
મોરિસ હિલેમેન રસીઓના સૌથી વધુ પ્રમાણના સંશોધક હતા. તેઓએ ઓરી, ગાલપચોડિયા, હિપેટાઇટિસ A, હિપેટાઈટિસ B, અછબડાં, મેનિનજાઇટિસ, ન્યુમોનિયા અને હિમોફિલસ ઇન્ફ્લુઅન્ઝા બેકટેરિયા માટે સફળ રસીઓનું નિર્માણ કર્યું.[૧૬]
1988 માં, ડબલ્યુએચઓના નિયામક મંડળે વર્ષ 2000 સુધીમાં પોલિયો નાબુદીનો લક્ષ્યાંક નક્કી કર્યો. જોકે તે લક્ષ્ય હાંસિલ ના થયું પરંતુ, નાબુદી ખૂબ નજીક છે. હવે પછી નાબુદી લક્ષ્યાંક મોટે ભાગે ઓરી હશે, જે 1963 માં ઓરીની રસીની રજૂઆત પછી ઘટ્યો છે.
નિયત રસીકરણોને મજબૂત કરવા અને US$1000 થી ઓછા પર કેપિટા જીડીપીવાળા દેશોમાં નવી અને ઓછી વપરાતી રસીઓ રજૂ કરવા માટે 2000 માં, ગ્લોબલ એલિઆન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન ની રચના કરવામાં આવી. જીએવીઆઇ હવે તેના નાણાકીય સહાયના બીજા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જે 2014 સુધી ચાલશે.
સમાજ અને સંસ્કૃતિ
[ફેરફાર કરો]કેટલાંક રોગોના ફેલાવાના જોખમને દૂર કરવાના પ્રયત્નરૂપે, ઘણી વખત કેટલીય સરકારો અને અન્ય સંસ્થાઓએ એવી નીતિ સ્થાપિત કરી હતી જેમાં તમામ લોકોએ રસીકરણ કરાવવું જરૂરી હોય. ઉદાહરણ તરીકે, 1853 ના કાયદા પ્રમાણે એવી જરૂરિયાત હતી કે ઇંગ્લેન્ડ અને વેલ્સ માં તમામે શીતળા સામે રસીકરણ કરાવવું, અને જેઓ તેનો અમલ ના કરે તેઓને દંડ કરવામાં આવતો. સામાન્ય અદ્યતન યુ.એસ. રસીકરણ નીતિઓ એ જરૂરી બનાવે છે કે બાળકો શાળામાં દાખલ થાય તે પહેલાં તેઓએ સામાન્ય રસીકરણો કરાવવા. મોટાભાગના અન્ય દેશોમાં પણ કોઇક ફરજિયાત રસીકરણો હોય છે.
ઓગણીસમી સદીમાં પ્રાથમિક રસીકરણથી શરુ કરીને, આ નીતિઓ વિરુદ્ધ વિવિધ પ્રકારના જૂથોએ સંઘર્ષ કર્યો છે, જેઓ એકત્ર રીતે એન્ટિ-વેક્સિનેશનિસ્ટ કહેવાય છે જેઓએ નૈતિક, રાજકીય, તબીબી સુરક્ષા, ધાર્મિક, અને અન્ય આધારો પર વિરોધ કર્યો. સામાન્ય વિરોધો એ છે કે ફરજિયાત રસીકરણ વ્યક્તિગત બાબતોમાં અતિશય સરકારી દખલનું પ્રતિનિધિત્વ કરે છે, અથવા તો એ કે પ્રસ્તુત રસીકરણો પર્યાપ્તપણે સુરક્ષિત નથી.[૧૭] ઘણા અદ્યતન રસીકરણ નીતિઓ, જેની રોગ પ્રતિરક્ષા સિસ્ટમો નબળી હોય છે, રસીકરણોમાં ઉપયોગમાં લેવાતા ઘટકો પ્રત્યે એલર્જીઓ હોય અથવા મજબૂત વાંધાઓ હોય, એવા લોકો માટે બાકાતીઓની મંજૂરીઓ આપે છે.[૧૮]
યુ.એસ.માં તાજેતરના દશકોમાં રસીની ઇજાઓ અંગેના આરોપો કોર્ટના દાવાઓમાં દેખાયા છે. જોકે મોટા ભાગના જાહેર આરોગ્ય અધિકારીઓ માને છે કે ઇજાઓના દાવાઓ પાયા વગરના છે તો પણ કેટલાંક પરિવારો લાગણીશીલ જ્યુરી પાસેથી મોટા વળતરો મેળવ્યા છે.[૧૯] પ્રતિભાવમાં, કેટલાંય રસી ઉત્પાદકોએ ઉત્પાદન બંધ કરી દીધું, જે જાહેર આરોગ્ય માટે જોખમી હતું, અને કાયદાઓ પસાર કરવામાં આવ્યા જે રસીની ઇજાઓના દાવાઓમાંથી ઉદભવતી જવાબદારીઓ સામે ઉત્પાદકોને રક્ષણ આપે.[૧૯]
નાણાકીય સ્ત્રોતો મર્યાદિત હોય તેવા દેશોમાં, મર્યાદિત આવરણ એક એવી મુખ્ય મુશ્કેલી છે જે બિનજરૂરી રોગ અને મૃત્યુ પેદા કરે છે.ઓછું આવરણ ઘણીવાર પૂરતું દેખાઇ શકે છે. જોકે, જ્યારે તેનું વિગતવાર પૃથ્થકરણ કરવામાં આવે ત્યારે, અસરકારક આવરણ પણ નબળું હોઇ શકે છે.[૨૦]વધુ પૈસાવાળા દેશો જોખમો-પર હોય તેવા જૂથો માટે રસીઓ પર વળતર આપી શકે છે, જેનાથી વધુ સંપૂર્ણ અને અસરકારક આવરણ પરિણમે છે. ઓસ્ટ્રેલિયામાં, ઉદાહરણ તરીકે, સરકાર વરિષ્ઠો અને મુળભૂત ઓસ્ટ્રેલિયનો માટે રસીકરણો પર વળતર આપે છે.[૨૧]
પબ્લિક હેલ્થ લો રિસર્ચ[૨૨], એક સ્વતંત્ર સંસ્થાએ, 2009 માં અહેવાલ આપ્યો કે કોઇ જોખમમાં હોય તેવી ખાસ વસતીમાં ચોક્ક્સ રોગોની ઘટનાઓને ઘટાડવા માટેની જરૂરિયાત તરીકે ચોક્ક્સ નોકરીઓ માટે રસીકરણ કરાવવું પડે તેની અસરકારકતાનું મુલ્યાંકન કરવા માટે પર્યાપ્ત સાબિતી નથી.[૨૩]; એ કે બાળ સંભાળ સુવિધાઓ અને શાળાઓમાં હાજરી માટે રસીકરણ કરાવવું પડે તેની અસરકારકતાને સહાય કરતી પર્યાપ્ત સાબિતી છે.[૨૪]; અને એવા સ્ટેન્ડિંગ ઓર્ડરો, જે આરોગ્યસંભાળ કાર્યકરોને પ્રિસ્ક્રિપ્શન સત્તા વગર, રસીકરણના દરોને વધારવા માટે જાહેર આરોગ્ય દરમિયાનગીરી તરીકે રસી આપવાની મંજૂરી આપે છે તેની અસરકારકતાને સહાય કરતી મજબૂત સાબિતી છે.[૨૫]
પ્રશાસન
[ફેરફાર કરો]આપવામાં આવતી રસી મોંથી લેવાની, ઇન્જેક્શન (સ્નાયુઓમાં, ચામડી નીચે, અથવા ચામડીમાં) દ્વારા, પંકચર દ્વારા, ટ્રાન્સડર્મલ અથવા નાક દ્વારા લેવાની હોઇ શકે છે.[૨૬]
સંશોધન
[ફેરફાર કરો]રસીકરણ પરના કેટલાંક આધુનિક સંશોધનો એચઆઇવી અને મેલેરિયા સહિતના રોગો માટે રસીકરણોના વિકાસ પર કેન્દ્રિત છે.
વેક્સિન એ રસીકરણના સંશોધકો માટે આંતરરાષ્ટ્રિય પિઅર-સમિક્ષિત જર્નલ છે, જે મેડલાઇનમાં ઇન્ડેક્ષ કરેલ છે. pISSN: 0264-410X.
આ પણ જોશો
[ફેરફાર કરો]- ઇન્ફ્લુએન્ઝા રસી
- H5N1 ફ્લુ રસીની ચિકિત્સકીય અજમાયશો
- રસીની અજમાયશ
- કુતરાંઓની રોગપ્રતિરક્ષા
- બિલાડીની રોગપ્રતિરક્ષા
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Fiore AE, Bridges CB, Cox NJ (2009). "Seasonal influenza vaccines". Curr. Top. Microbiol. Immunol. 333: 43–82. doi:10.1007/978-3-540-92165-3_3. PMID 19768400.CS1 maint: multiple names: authors list (link)
- ↑ Chang Y, Brewer NT, Rinas AC, Schmitt K, Smith JS (2009). "Evaluating the impact of human papillomavirus vaccines". Vaccine. 27 (32): 4355–62. doi:10.1016/j.vaccine.2009.03.008. PMID 19515467. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Liesegang TJ (2009). "Varicella zoster virus vaccines: effective, but concerns linger". Can. J. Ophthalmol. 44 (4): 379–84. doi:10.1139/i09-126. PMID 19606157. Unknown parameter
|doi_brokendate=
ignored (|doi-broken-date=
suggested) (મદદ); Unknown parameter|month=
ignored (મદદ) - ↑ ૪.૦ ૪.૧ ૪.૨ Lombard M, Pastoret PP, Moulin AM (2007). "A brief history of vaccines and vaccination". Rev. - Off. Int. Epizoot. 26 (1): 29–48. PMID 17633292.CS1 maint: multiple names: authors list (link)
- ↑ Behbehani AM (1983). "The smallpox story: life and death of an old disease". Microbiol. Rev. 47 (4): 455–509. PMC 281588. PMID 6319980.
- ↑ ૬.૦ ૬.૧ Plett PC (2006). "[Peter Plett and other discoverers of cowpox vaccination before Edward Jenner]". Sudhoffs Arch (Germanમાં). 90 (2): 219–32. PMID 17338405. મૂળ માંથી 2008-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-12.CS1 maint: unrecognized language (link)
- ↑ મેલિન્ડા વ્હારટન. નેશનલ વેકસિન એડવાયઝરી કમિટિ યુ.એસ.એ. રાષ્ટ્રિય રસી યોજના સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૦ ના રોજ વેબેક મશિન
- ↑ "ડોકટર્સ એન્ડ ડાયાગ્નોસિસ" રસીકરણ અને ઇનોક્યુલેશન વચ્ચેનો તફાવત
- ↑ "એડવર્ડ જેનર - (1749 – 1823)". Sundaytimes.lk. 2008-06-01. https://sundaytimes.lk/080601/FunDay/famous.html. મેળવ્યું 2009-07-28.
- ↑ "હિસ્ટ્રી - એડવર્ડ જેનર (1749 - 1823)". બીબીસી. 2006-11-01. https://www.bbc.co.uk/history/historic_figures/jenner_edward.shtml. મેળવ્યું 2009-07-28.
- ↑ "એડવર્ડ જેનર - સ્મોલપોક્ષ એન્ડ ધ ડિસ્કવરી ઓફ વેકસિનેશન". https://www.dinweb.org/dinweb/DINMuseum/Edward%20Jenner.asp સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૭ ના રોજ વેબેક મશિન. Retrieved 2009-07-28.
- ↑ લંડ, ઓલે; નિલસન, મોર્ટન સ્ટ્રંગ અને લુંડેગ્રાડ, ક્લોસ (2005). ઇમ્યુનોલોજીકલ બાયોઇન્ફોર્મેટિક્સ . એમઆઇટી પ્રેસ, આઇએસબીએન 0803959125.
- ↑ ચોઉમેટન, એફ.પી.; એફ.વી. મે`રાત દે વૌમારતોઇસે. ડિકશનેઇરે દે સાયનસિસ મે`ડિકાલેસ . પેરિસ: સી.એલ.એફ. પાનકુકે, 1812-1822, lvi (1821).
- ↑ કર્ટિન, ફિલિપ (1998). "ડિસિઝ એન્ડ એમ્પાયર: ધ હેલ્થ ઓફ યુરોપિયન ટ્રુપ્સ ઇન ધ કોન્ક્વેસ્ટ ઓફ આફ્રિકા". કેમ્બ્રજ યુનિવર્સિટી પ્રેસ. આઇએસબીએન 0803959125.
- ↑ Anthony Henricy (ed.) (1796). Lady Mary Wortley Montagu,Letters of the Right Honourable Lady Mary Wortley Montagu:Written During her Travels in Europe,Asia and Africa. 1. પૃષ્ઠ 167–169.CS1 maint: extra text: authors list (link)
- ↑ Offit PA (2007). Vaccinated: One Man's Quest to Defeat the World's Deadliest Diseases. Washington, DC: Smithsonian. ISBN 0-06-122796-X.
- ↑ Wolfe R, Sharp L (2002). "Anti-vaccinationists past and present". BMJ. 325 (7361): 430–2. doi:10.1136/bmj.325.7361.430. PMC 1123944. PMID 12193361.
- ↑ Salmon DA, Teret SP, MacIntyre CR, Salisbury D, Burgess MA, Halsey NA (2006). "Compulsory vaccination and conscientious or philosophical exemptions: past, present, and future". Lancet. 367 (9508): 436–42. doi:10.1016/S0140-6736(06)68144-0. PMID 16458770.CS1 maint: multiple names: authors list (link)
- ↑ ૧૯.૦ ૧૯.૧ Sugarman SD (2007). "Cases in vaccine court—legal battles over vaccines and autism". N Engl J Med. 357 (13): 1275–7. doi:10.1056/NEJMp078168. PMID 17898095. મૂળ માંથી 2010-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
- ↑ ધ ફેલેસી ઓફ કવરેજ: અનકવરિંગ ડિસપેરિટિઝ ટુ ઇમ્પ્રુવ ઇમ્યુનાઇઝેશન રેટ્સ થ્રુ એવિડન્સ. કેનેડિયન ઇન્ટરનેશનલ ઇમ્યુનાઇઝેશન ઇનિશિએટિવ ફેઝ 2 ના પરિણામો - ઓપરેશનલ રિસર્ચ ગ્રાન્ટ્સ. શર્મિલા એલ મહાત્રે અને એને-મેરી શ્ક્રાયર-રોય. બીએમસી ઇન્ટરનેશનલ હેલ્થ અને હ્યુમન રાઇટસ 2009, 9(પૂરક 1):S1. doi:10.1186/1472-698X-9-S1-S1
- ↑ "ટાઈમ ટુ થિન્ક અબાઉટ વેક્સિનેશન્સ અગેઇન" સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૭ ના રોજ વેબેક મશિન, મેડિસિન્સ ટોક , સિડની, 3 ફેબ્રુઆરી 2010.
- ↑ "પબ્લિક હેલ્થ લો રિસર્ચ". મૂળ માંથી 2019-12-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
- ↑ "ઉંચું જોખમ ધરાવતી વસતીમાં ચોક્ક્સ રસીકરણની જરૂરિયાતો માટે કાયદાઓ અને નીતિઓ". મૂળ માંથી 2011-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
- ↑ "બાળ સંભાળ, શાળા અને કોલેજમાં હાજરી અંગેની રસીકરણની જરૂરિયાતો". મૂળ માંથી 2011-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
- ↑ "રસીકરણના સ્ટેન્ડિંગ ઓર્ડર્સ". મૂળ માંથી 2011-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
- ↑ Plotkin, Stanley A. (2006). Mass Vaccination: Global Aspects - Progress and Obstacles (Current Topics in Microbiology & Immunology). Springer-Verlag Berlin and Heidelberg GmbH & Co. K. ISBN 978-3540293828.
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- વેક્સિન રિસર્ચ સેન્ટર સંગ્રહિત ૨૦૦૭-૦૮-૧૭ ના રોજ વેબેક મશિન: નિવારણ રસી સંશોધન અભ્યાસો અંગેની માહિતી
- ધ વેકસિન પેજ સંગ્રહિત ૨૦૦૯-૦૪-૧૪ ના રોજ વેબેક મશિન ઘણા દેશોમાં સ્ત્રોતોની લિંક્સ
- રોગપ્રતિરક્ષા સંગ્રહિત ૨૦૦૭-૧૦-૨૪ ના રોજ વેબેક મશિન યુકેંમાં બાળકો માટેની રોગપ્રતિરક્ષા સૂચિ. યુકે આરોગ્ય વિભાગ દ્વારા પ્રકાશિત.
- CDC.gov - 'રાષ્ટ્રિય રોગપ્રતિરક્ષા કાર્યક્રમ: આરોગ્યપ્રદ જીવન તરફનો માર્ગ', યુએસ સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ (રસીકરણ પર સીડીસી માહિતી)
- CDC.gov - 'મર્ક્યુરી એન્ડ વેકસિન્સ (થિયોમેરોસાલ)', યુએસ સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ
- Immunize.org - ઇમ્યુનાઇઝેશન એક્શન કોએલિશન' (નફો નહી કરતી સંસ્થા જે રોગપ્રતિરક્ષાના દરો વધારવા માટે કામ કરે છે)
- WHO.int - 'ઇમ્યુનાઇઝેશન્સ, વેકસિન્સ એન્ડ બાયોલોજીકલ્સ: ટોવર્ડ્સ અ વર્લ્ડ ફ્રી ઓફ વેકસિન પ્રિવેન્ટેબલ ડિસિઝિસ', વિશ્વ આરોગ્ય સંસ્થા (ડાબલ્યુએચઓની વૈશ્વિક રસીકરણ ઝુંબેશની વેબસાઇટ)
- હેલ્થ-ઇયુ પોર્ટલ સંગ્રહિત ૨૦૧૧-૦૮-૨૩ ના રોજ વેબેક મશિન ઇયુમાં રસીકરણ