બંગાળની ખાડી
Appearance
બંગાળની ખાડી (અંગ્રેજી:Bay of Bengal) એ એશિયા ખંડમાં આવેલ એક દરિયાઈ ખાડી છે. તે હિંદ મહાસાગરનો ઉત્તર-પૂર્વ ભાગ છે. આ ખાડીના પૂર્વ ભાગમાં મલય દ્વિપકલ્પ છે અને તે ભારત દેશના ઉત્તર-પૂર્વભાગના પશ્ચિમ ભાગમાં છે. આ ખાડીનો આકાર ત્રિકોણ જેવો છે. આ ખાડીના ઉત્તર ભાગમાં ભારતનું પશ્ચિમ બંગાળ રાજ્ય અને બાંગ્લા દેશ આવેલ હોવાને કારણે તે ''બંગાળની ખાડી'' અથવા ''બંગાળાની ખાડી'' તરીકે ઓળખાય છે