જુલાઇ ૨
દેખાવ
૨ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૨ દિવસ બાકી રહે છે.
આ દિવસ સામાન્ય વર્ષ (લિપ વર્ષ સીવાયના વર્ષ)નું મધ્યબિંદુ ગણાય, કારણકે આ દિવસ પહેલા વર્ષનાં ૧૮૨ દિવસ અને પછીનાં ૧૮૨ દિવસ રહે છે. વર્ષનાં મધ્યબિંદુરૂપ ચોક્કસ સમય આ દિવસનાં મધ્યાહ્નનાં ૧૨-૦૦ વાગ્યાનો ગણાય છે. નવા વર્ષના પ્રથમ દિવસનો અને આજના દિવસનો વાર સરખા હોય છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૬૯૮ – 'થોમસ સવરી' (Thomas Savery)એ પ્રથમ વરાળ યંત્ર પેટન્ટ કરાવ્યું.
- ૧૮૨૩ – બ્રાઝિલમાં પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. બાહિયા પ્રદેશ સ્વતંત્ર થયો.
- ૧૮૫૦ – 'બેન્જામિન જે.લેન' દ્વારા સ્વનિયંત્રીત ગેસ માસ્ક (Gas mask)નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કરાયા.
- ૧૮૯૭ – ઇટાલિયન વૈજ્ઞાનિક ગુગ્લિએલ્મો માર્કોની (Guglielmo Marconi)એ, લંડનમાં રેડિયો (Radio)નાં પેટન્ટ હક્કો મેળવ્યા.
- ૧૯૪૦ – ભારતીય સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝની કલકત્તામાં અટકાયત અને ધરપકડ કરવામાં આવી.
- ૧૯૬૨ – વોલમાર્ટે તેનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો.
- ૧૯૭૨ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાન સરકાર વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર સમજૂતી માટે શિમલા કરાર કરવામાં આવ્યા.
- ૨૦૦૧ – કૃત્રિમ હૃદયનું પ્રથમ પ્રત્યારોપણ કરવામાં આવ્યું.
- ૨૦૦૨ – સ્ટીવ ફોસેટ બલૂનમાં વિશ્વભરમાં એકલા ઉડાન ભરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
- ૨૦૧૩ – આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘે પ્લુટોના ચોથા અને પાંચમા ચંદ્ર , કેર્બેરોસ અને સ્ટાયક્સનું નામકરણ કર્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૬૨ – મુક્તાબેન ડગલી, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ગુજરાત, ભારતના એક સામાજિક કાર્યકર
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૧૯ – અમૃતલાલ પઢિયાર, ગાંધીયુગ પૂર્વેના લેખક (જ. ૧૮૭૦)
- ૧૯૨૮ – નંદકિશોર બલ, ઓડિયા ભાષાના સાહિત્યકાર, કવિ
- ૧૯૩૨ – મનુએલ બીજો, પોર્ટુગલના રાજા
- ૧૯૫૦ – યુસુફ મેહરઅલી, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી નેતા (જ. ૧૯૦૩)
- ૧૯૬૩ – સેંટ બાર્નેસ નિકોલ્સન, અમેરિકન ખગોળશાસ્ત્રી
- ૧૯૯૬ – રાજકુમાર, હિંદી ચલચિત્ર અભિનેતા
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર July 2 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.