ચાંગ ઘાટ
Appearance
ચાંગ ઘાટ चांग ला Chang La | |
---|---|
ચાંગ ઘાટ | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 5,360 m (17,590 ft) |
અક્ષાંસ-રેખાંશ | 34°22′48″N 77°54′29″E / 34.3800°N 77.9080°E |
ભૂગોળ | |
સ્થાન | જમ્મુ અને કાશ્મીર ભારત |
પિતૃ પર્વતમાળા | હિમાલયની લડાખ પર્વતમાળા |
ચાંગ લા (ચાંગ લા) ભારત દેશના લડાખ પ્રદેશ ખાતે સ્થિત એક પર્વતીય ઘાટ છે. આ ઘાટ ૫૩૬૦ મીટર (૧૭૫૯૦ ફૂટ) જેટલી ઊંચાઇ પર આવેલ છે તથા હિમાલયમાં આવેલ કારાકોરમ પર્વતમાળામાં આવેલ લડાખ ઉપપર્વતમાળા ખાતે લેહ થી પેન્ગોન્ગ ત્સો (લેક) જવાના માર્ગ પર આવેલ છે. આ ઘાટ ચાંગથંગ ઉચ્ચપ્રદેશનું મુખ્ય પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. [૧] [૨]
નામ
[ફેરફાર કરો]લડાખી ભાષા અને તિબેટી ભાષામાં "ચાંગ"નો અર્થ "ઉત્તરી" અને "લા"નો અર્થ "પર્વતીય ઘાટ માર્ગ" એવો થાય છે.
ચિત્ર દર્શન
[ફેરફાર કરો]-
ચાંગ ઘાટ ખાતે પવિત્ર ધજાઓ
-
ચાંગ ઘાટ ખાતે પહોંચતા તમામ મુસાફરોને મફત ચા પીવડાવવામાં આવે છે
આ પણ જુઓ
[ફેરફાર કરો]- લડાખ પર્વતમાળા
- પૅંગોંગ ત્સો
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ GeoNames. "Chang La Pass". મેળવેલ 2009-06-17.
- ↑ Jina, Prem Singh (31 August 1998). Ladakh: The Land & The People. India: Indus Publishing. પૃષ્ઠ 25–26. ISBN 978-81-7387-057-6.[હંમેશ માટે મૃત કડી]